વડાપ્રધાન મોદીએ કહ્યું- હત્પં રોજ ગરમ પાણી પીવું છું, તમે પણ પીવો

news sine

વડાપ્રધાન મોદીએ કહ્યું- હત્પં રોજ ગરમ પાણી પીવું છું, તમે પણ પીવો


Narendra Modi's visa denial still an unhealed wound ...




  • નરેન્દ્ર મોદીએ શેર કર્યા આયુષ મંત્રાલયના પ્રોટોકોલ: આયુષ મંત્રાલયની સલાહને જીવનનો ભાગ બનાવો

  • કોરોના વાયરસના વધતા સંક્રમણની વચ્ચે કેન્દ્રીય આયુષ મંત્રાલયે તેનાથી બચવાને લઈને ઘણા મહત્વના સૂચનો આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તંદુરસ્ત રહેવા અને રોગો સામે લડવા માટે આયુષ મંત્રાલયની સલાહની શેર કરી છે. પીએમ મોદીએ પોતાની ટીટમાં લોકોને તેને પોતાના જીવનનો ભાગ બનાવવાનો આગ્રહ કર્યેા છે. તેમણે કહ્યું કે, સ્વસ્થ રહેવા પર ધ્યાન કેન્દ્રિત રાખો. આખરે, સાં સ્વાસ્થ્ય ખુશીનું રહસ્યા છે.

    એક ટિટમાં પીએમ મોદીએ લખ્યું કે, આયુસ મંત્રાલયે સારા સ્વાસ્થ્ય અને ઈમ્યૂનિટી માટે કેટલાક દિશાનિર્દેશ આપ્યા છે. આ એવા ઉપાય છે, જે સરળતાથી કરી શકાય છે. ઘણી તો એવી વાતો છે, જે હત્પં વર્ષેાથી કરી રહ્યો છું, જેમકે આખું વર્ષ ગરમ પાણી પીવાનું. તમે તેને તમારા જીવનનો ભાગ બનાવો, સાથે જ બીજાની સાથે પણ શેર કરો. આયુષ મંત્રાલયે કોરોના વાયરસના સંક્રમણને જોતા આ રોગ સામે લડવા અને સ્વાસ્થ્યની દેખરેખ રાખવા માટે ઘણા પ્રકારની સલાહ આપી છે.
    આયુષ મંત્રાલયે સ્પષ્ટ્ર કયુ છે કે, એ સલાહ કોવિડ-૧૯ની સારવાર મમાટે નથી, પરંતુ બચાવ માટે છે. આયુષ મંત્રાલયે કહ્યું કે આયુર્વેદિક સાહિત્ય અને વૈજ્ઞાનિક પત્ર-પત્રિકાઓ પર આધારિત આ ભલામણ કરવામાં આવી છે. આયુષ મંત્રાલય તરફથી જણાવાયેલા સામાન્ય ઉપાયમાં સમગ્ર દિવસ ગરમ પાણી પીવું, દરરોજ ઓછામાં ઓછા ૩૦ મિનિટ યોગાસન, પ્રાણાયમ અને ધ્યાનનો અભ્યાસ, ખાવાનું બનાવવામાં હળદર, જીં, ધાણા અને લસણ જેવા મસાલાઓના ઉપયોગની સલાહ આપવામાં આવી છે.
    રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા માટે દેશના પ્રખ્યાત વૈધોએ કહ્યું કે, પ્રતિદિન સવારે ૧ ચમચી એટલે કે ૧૦ ગ્રામ ચ્વવનપ્રાશ લો. ડાયાબિટિઝના દર્દીઓએ શુગર-ફ્રી ચ્યવનપ્રાશ લેવું જોઈએ. તુલસી, તજ, કાળામરી, સૂંઠ અને સૂકી દ્રાક્ષનો કાવો દિવસમાં એક કે બે વખત લો. જો જર હોય તો સ્વાદ મુજબ ગોળ અને તાજા લીંબુંનો રસ મિલાવો. વૈધોએ ગોલ્ડન મિલ્ક એટલે કે ૧૫૦ મીલી ગરમ દૂધમાં અડધી ચમચી હળદર દિવસમાં એક કે બે વખત પીવાની સલાહ આપી છે.
    સૂકી ઉધરસ અને ગળામાં ખરાશ હોય તો તાજા પુદીનાના પાન અને અજમાની સાથે દિવસમાં એક વખત નાસ લઈ શકાય છે. ઉધરસ કે ગળામાં બળતરા થવા પર લવિંગ પાવડરને ગોળ કે મધની સાથે મિક્ષ કરીને દિવસમાં ૨થી ૩ વખત લઈ શકાય છે. આ ઉપાય મોટાભાગે સામાન્ય સૂકી ઉધરસ અને ગળામાં ખરાશની સારવાર કરે છે. પરંતુ, લક્ષણ જળવાઈ રહે તો ડોકટરની સલાહ લેવી સૌથી સાં રહેશે.

    Comments