news sine
ગરીબોને ૨૧ દિવસ સુધી મફત અનાજ અપાશે: મુખ્યમંત્રી
લોકડાઉનની કપરી સ્થિતિ વચ્ચે ગરીબોના લાભાર્થે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો માનવતાવાદી નિર્ણય
રાશનકાર્ડ ઉપર વ્યક્તિ દીઠ ૩.૫ કિલો ઘઉ, ૧ કિલો ચોખા, ૧ કિલો દાળ, ૧ કિલો ખાંડ સહિતનો જથ્થો મળશે: ૬૦ લાખ પરિવારોને મળશે લાભ
હાલની લોકડાઉનની સ્થિતિમાં રોજે-રોજનું કમાઈને ખાતા લોકો માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ગરીબોને ૨૧ દિવસ સુધી અનાજનો જથ્થો મફત પૂરો પાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ અનાજનો જથ્થો રાશનકાર્ડ ઉપર આપવામાં આવનાર છે. કુલ ૬૦ લાખ પરિવારોને આ જાહેરાતથી લાભ થવાનો છે.
કોરોનાનો કહેર વધુ તિવ્ર બને તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશને લોકડાઉન કર્યો છે. ત્યારે તેઓએ ખાસ મુખ્યમંત્રીઓને પોતાના રાજયમાં કોઈ વિકટ પરિસ્થિતિ ન સર્જાય તે માટે પગલાઓ લેવાનું સુચન આપ્યું છે. જેના પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજરોજ માનવતાવાદી નિર્ણય જાહેર કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ગરીબોને ૨૧ દિવસ સુધી અનાજનો જથ્થો મફત આપવામાં આવશે. રાશનકાર્ડ ઉપર વ્યક્તિદીઠ ૩.૫ કિલો ઘઉ, ૧ કિલો ચોખ્ખા, ૧ કિલો દાળ, ૧ કિલો ખાંડ સહિતનો જથ્થો મળશે. જેનો લાભ કુલ ૬૦ લાખ પરિવારો તેમજ ૩ કરોડ લોકોને મળવાનો છે.
હાલની લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં જે લોકો રોજે-રોજનું કમાઈ રોજનું ખાઈ છે તેઓ ઉપર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. જેના કારણે તેઓને મુખ્યા સુવુ પડે તેવી નોબત પણ આવવાની હોય આ દરમિયાન વિજયભાઈ રૂપાણીએ માનવતાવાદી નિર્ણય લઈ ગરીબ લોકોને વિનામુલ્યે અનાજનો જથ્થો આપવાની જાહેરાત કરી દીધી છે. આ જથ્થો સસ્તા અનાજની દુકાનો મારફત વિતરણ કરવામાં આવનાર છે. જે માટે પુરવઠા તંત્રને પણ તાબડતોબ કામગીરી માટે સુચના આપી દેવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ વિનામુલ્યે અનાજના લાભથી વંચિત ન રહે તે જોવા માટે પુરવઠા વિભાગને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાસ સુચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડાપ્રધાને કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં સમગ્ર દેશમાં ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જીવનનિર્વાહ કરનારા પરિવારો પ્રત્યે સંવેદના દાખવી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આવા કારીગરો, ગરીબ, શ્રમજીવીઓના કુલ ૬૦ લાખ જેટલા પરિવારોના ૩.રપ કરોડ લોકોને આ લોકડાઉન દરમિયાન ખાવા-પીવાની ચીજવસ્તુ અને અનાજની કોઇ તકલીફ ન પડે તે માટે આ રેશનકાર્ડ ધારક પરિવારોને ૧ એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પરથી વ્યકિત દીઠ ૩.પ૦ કિલો ઘઉં, વ્યકિત દીઠ ૧.પ૦ કિલો ચોખા અને કુટુંબ દીઠ ૧ કિલો ખાંડ, ૧ કિલો દાળ અને ૧ કિલો મીઠુ વિનામૂલ્યે અપાશે.
વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, કોરોના વાયરસના સંક્રમણથી નાગરિકોને બચાવવા લોકડાઉનની જાહેરાત પ્રધાનમંત્રીએ કરી છે તે સ્થિતીમાં આવા નાના અને ગરીબ પરિવારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે સંવેદના સાથે રાજ્ય સરકારે ચિંતા કરીને આ મહત્વનો નિર્ણય કર્યો છે. જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં કે અન્ય કોઇ પણ આવશ્યક સેવાઓમાં ભવિષ્યમાં પણ કોઇ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર પૂરી ગંભીરતાથી આયોજન કરી રહી છે એમ પણ તેમણે જણાવ્યું છે.
વિજયભાઇ રૂપાણીએ સૌ નાગરિક ભાઇ-બહેનોને ફરી એકવાર અપિલ કરી છે કે આ ર૧ દિવસ દરમિયાન સૌ ઘરમાં જ રહે, બહાર ભેગા ન થાય, આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો રાજ્યમાં પુરતી
માત્રમાં છે એટલે તેનો સંગ્રહ કરવા કે આવી ચીજવસ્તુઓ મળશે નહિ તેવો ડર રાખવાની કોઇ જરૂર નથી.
Comments
Post a Comment
jyada jankari ke liye comment kre