news sine
Coronavirus / LIVE Coronavirus in Gujarat: રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ, રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 39 થઈ
જ્યમાં 7 દિવસમાં કુલ 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી સુરતના દર્દીનું મોત થઈ ચૂક્યું છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 5 કેસ સામે આવ્યા છે તેમાંથી ત્રણ લોકલ ટ્રાન્સમિશનના અને બે વિદેશથી આવેલા છે. જ્યારે 15 હજાર 468 વિદેશી સહિત 1 કરોડથી વધુ લોકોનો સર્વે કર્યો છે, જેમાંથી 50માં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. તેમજ હાલ 20,688 નાગરિકો 14 દિવસના કોરેન્ટાઈન હેઠળ છે. ગુજરાત સરકારે 21 દિવસ સુધી 3.15 કરોડ ગરીબોને મફત ભોજન આપવાનું જણાવ્યુ છે.
- સુરતમાં 69 વર્ષીય વૃદ્ધનું પ્રથમ મોત
- ગુજરાતમાં લોકડાઉન
- ગુજરાતમાં અત્યાર સુધીમાં 39 પોઝિટિવ કેસ, એકનું મોત
( 25 માર્ચ, 2020 સાંજે 6:08 સુધીની અપડેટ)
રાજકોટમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના વાયરસ મામલે હવે ફંડ એકઠું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક લોકોએ ફંડ આપવાની તૈયારી દર્શાવી છે. આર્થિક સહાય આપવા માટે સરકાર તરફથી અપીલ પણ કરવામાં આવી છે. બીજી તરફ 21 દિવસ લોકડાઉન છે. તો સરકારે ખાનગી હોસ્પિટલો પણ ચાલુ રાખવા નિર્ણય કર્યો છે.
રાજકોટમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના વાયરસ મામલે હવે ફંડ એકઠું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અનેક લોકોએ ફંડ આપવાની તૈયારી દર્શાવી છે. આર્થિક સહાય આપવા માટે સરકાર તરફથી અપીલ પણ કરવામાં આવી છે. બીજી તરફ 21 દિવસ લોકડાઉન છે. તો સરકારે ખાનગી હોસ્પિટલો પણ ચાલુ રાખવા નિર્ણય કર્યો છે.
અમદાવાદ
- કોરોનાના ભય વચ્ચે AMCની નાગરિકોને અપીલ
- AMC એ લોકો પાસે મદદ માટે કરી અપિલ
- વોલિયનટર, ફુડ પેકેટ. ખાવા પીવાની સામગ્રી માટે માગી મદદ
- મેડિકલ સ્ટાફ ડોકટરોને પણ સાથે આવવા કરી અપીલ
- માસ્ક અને સેનેટાઈજર માટે મદદ પણ માગવામાં આવી
- મદદ કરવા ઈચ્ચછતા લોકોને 155303 પર કોલ કરે
- સહાય આપવા માટે લિંક પણ કરાઇ જાહેર
કુલ કેસ 38
ગુજરાતમાં કોરોનાના 3 નવા કેસ નોંધાયા છે જેથી કુલ કેસની સંખ્યા 38 એ પહોંચી ગયો છે.. જેમાં અમદાવાદમાં 14 કેસ, સુરત અને વડોદરામાં 7-7 કેસ છે. તો ગાંધીનગરમાં 6 અને રાજકોટમાં 3 તો કચ્છમાં 1 કેસ નોંધાયા છે.
21 તારીખ સુધી 3.15 કરોડને અપાશે ફ્રીમાં અનાજ
કોણ ક્યારે આપશે માહિતી
આરોગ્ય અગ્ર સચિવ 10 અને સાંજે 8 કલાકે મેડિકલ બુલેટિન આપશે. અને રાજ્યના DGP દરરોજ 4 કલાકે અપાશ. રાજ્યમાં પુરવઠા લગતી માહિતી દરરોજ 2 કલાકે અપાશે. પુરવઠાને લઇ એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. અને લોકોની જીવન જરૂરિયાત ચીજવસ્તુને લઈને ટાસ્ક ફોર્સ કામ કરશે. સાથે જ આવશ્યક ચીજવસ્તુ સાથે જોડાયેલી ન હોય તેવી કચેરીઓ બંધ રખાશે. ઉપરાંત ગેસ, વીજળી, પાણી, પેટ્રોલ, પુરવઠા. બેન્કિંગ લગતી કચેરી શરૂ રાખવામાં આવશે. શાકભાજીમાં કોઈ મુશ્કેલી ન આવે તેનું ધ્યાન રખાશે.
રાજ્યમાં શાક-દૂધ અને અનાજનો પૂરતો જથ્થો
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે CMO સેક્રેટરી અશ્વિનીકુમારે રાજ્યમાં અનાજની સ્થિતિ અંગે જણાવ્યું કે રાજ્યના 60 લાખ કુટુંબને એક માસનું અનાજ મફત મળશે. ખેડૂતોની માગણીને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. અસ્વિનીકુમારે કહ્યું કે 18 દૂધ સંઘોમાં સરકારી અધિકારીઓ હાજર રહેશે. દૂધની આવક જાવક પર સરકાર નજર રાખશે.
ગુજરાતના ધારાસભ્યો 1-1 લાખની આપશે સહાય
ગુજરાત ભાજપના ધારાસભ્યો સહાય આપશે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. ધારાસભ્યો પગારમાંથી એક-એક લાખ રૂપિયાની સહાય આપશે. મુખ્યમંત્રી રિલિફ ફંડમાં સહાય આપશે.
2 લાખ શિક્ષકોએ રૂા. 40 કરોડનો ફાળો આપ્યો
ગુજરાતના અંદાજે 2 લાખ શિક્ષકો રાહત ફંડમાં એક દિવસનો પગાર આપશે. જેનાથી રાજ્ય પાસે અંદાજે 40 કરોડ રૂપિયાનું ફંડ મુખ્યમંત્રી રાહત ફંડમાં મળશે. ઉલ્લેખનીય છે કે જે શિક્ષકો ફંડ આપવા માંગે છે તેમના માટે એક મોબાઈલ નંબર જાહેર કર્યો છે. આ મોબાઈલ નંબર 99251 44519 છે. આ નંબર પરથી પ્રાથમિક શિક્ષક સંઘ કોષાધ્યક્ષ ભાભલુભાઈ સાથે વાત કરી તેની જાણકારી અને રાહત ફંડમાં મદદ કેવી રીતે આપી શકાય તેની માહિતી મળશે.
કોરોનાની બીમારી સામે લડવા માટે જે કોઈ મુખ્યમંત્રી રાહત ફંડમાં સ્વૈચ્છિક ફાળો આપવા માંગે છે. તેઓ જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટરો પણ આ ફાળાના ચેક સ્વીકારશે. તેમજ આ પ્રમાણે આપેલ બેંક ખાતાની વિગતોમાં ઓનલાઈન આપી શકશે.
આ બેંક એકાઉન્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ઓનલાઈન યોગદાન આપી શકશો
- A/C NAME : CHIEF MINISTER'S RELIEF FUND
- A/C NO. 10354901554
- SAVINGS BANK ACCOUNT
- SBI , NSC BRANCH (08434)
- IFSC: SBIN0008434
Comments
Post a Comment
jyada jankari ke liye comment kre