કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે ટ્રેનને સરકાર ફેરવવા લાગી આઈસોલેશન કોચમાં

news sine



કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે ટ્રેનને સરકાર ફેરવવા લાગી આઈસોલેશન કોચમાં



રાજ્યમાં કોરોના વાઈરસ (corona virus) સંક્રમણ કેસ વધી રહ્યા હોવાથી, કોરોના (corona virus) સામે લડવા માટે સરકાર દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. મંત્રાલયે આ મહામારી સામેની સામે લડવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે, ત્યારે રેલવેએ ટ્રેનના ડબ્બાને જ આઈસોલેશન કોચના રૂપમાં બદલવાનું શરૂ કરી દીધું છે.
ImageImage
દર્દીને સારવાર માટે બધી સુવિધા મળશે
ભવિષ્યમાં જો કોરોના (corona virus) સંક્રમણની સંખ્યા વધશે તો, દર્દીને સારવાર માટે અહિં જ બધી સુવિધા મળી રહેશે. જેમાં 6 બર્થવાળા ભાગમાંથી એક બાજુમાંથી મિડિલ બર્થ અને સામે વાળા ત્રણેય બર્થ કાઢી દેવાયા છે. તેના એક ભાગમાં એક દર્દીને રાખવામાં આવશે. જેથી દરેક દર્દી વચ્ચે પૂરતું અંતર રહેશે અને સીડીઓ પણ હટાવી દેવાઈ તેમજ બાથરૂમ વાળા ભાગમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
કુલ કેસની સંખ્યા 880ને પાર
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 900 ને પાર થઈ ગઈ છે. જ્યારે કે, અત્યાર સુધીમાં 20 લોકોના મોત થઈ ચૂક્યા છે. લોકડાઉન વચ્ચે પણ દેશમાં દર્દીઓની સંખ્યા સતત વધતી હોવાથી આ એક ચિંતાનો વિષય છે કે, કોરોનાને રોકવા માટે માત્ર લોકડાઉ પર્યાપ્ત નથી. આજે દેશમાં લોકડાઉનનો ચોથો દિવસ છે, પરંતુ દેશના ઘણા ભાગમાં મજૂરવર્ગનું પલાયન ચિંતાનો વિષય બની ગયો છે. કારણ કે, વાહનવ્યવહાર ન ચાલુ હોવાથી મજૂરવર્ગ પગપાળા જ પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરી રહ્યા છે. જે કારણે ચિંતિત થઈને સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજીને પણ દાખલ કરવામા આવી છે, જેમાં માંગ કરવામા આી છે કે, આ લોકોને દરેક જગ્યાએ શેલ્ટ હોમમાં રાખીને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવવામાં આવે.

Comments