દેશમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 873, છેલ્લા 24 કલાકમાં 149 નવા કેસ

news sine

દેશમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 873, છેલ્લા 24 કલાકમાં 149 નવા કેસ



કોરોના વાયરસથી દુનિયાભરનાં દેશોની સ્થિતી સતત ખરાબ થઇ રહી છે, જ્યાં એક બાજું દર્દીઓની સંખ્યા વધી રહી છે.
તો બીજી બાજુ અર્થતંત્રની કમર તુટી રહી છે, દુનિયામાં અત્યાર સુંધીમાં 5 લાખથી વધું કોરોનાનાં પોઝીટીવ કેસ નોંધાયા છે.
અમેરિકા, ઇટાલી, સ્પેન, ફ્રાન્સ, ચીન વગેરે દેશો વાયરસના ચેપનો સૌથી વધુ ભોગ બન્યા છે. ભારતમાં કોરોના વાયરસના કેસ પણ સતત વધી રહ્યા છે.
આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ ભારતમાં અત્યાર સુધીમાં 873 કેસ નોંધાયા છે. આ ઉપરાંત મૃત્યુઆંક 19 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાયરસના 67 દર્દીઓ છે જે સારવાર બાદ સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 149 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોના ચેપના દર્દીઓની સંખ્યા વધીને 873 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 6 નવા કેસ નોંધાયા છે. મુંબઈમાં 5 અને નાગપુરમાં1 દર્દી મળી આવ્યો છે. આ રીતે પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 159 થઈ ગઈ.
રાજ્યવાર સ્થિતી નીચે મુજબ છે.

Comments