news sine
દેશમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધી, 24 કલાકમાં સામે આવ્યા આટલા કેસ
કોરોના વાયરસથી વિશ્વભરનાં દેશોની હાલત કફોડી બની રહી છે. એક તરફ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ અર્થતંત્રની પણ કમર તૂટી રહી છે. વિશ્વમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ કોરોના વાયરસ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમેરિકા, ઇટાલી, સ્પેન, ફ્રાન્સ, ચીન વગેરે દેશો વાયરસનાં ચેપનો સૌથી વધુ ભોગ બન્યા છે. ભારતમાં કોરોના વાયરસનાં કેસ પણ સતત વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં આંકડા મુજબ, ભારતમાં અત્યાર સુધીમાં 873 કેસ નોંધાયા છે. આ સિવાય મૃત્યુઆંક 19 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાયરસનાં 67 દર્દીઓ છે જેનો ઈલાજ થયો છે.
કોરોના વાયરસ સામે લડવા માટે લાદવામાં આવેલા 21 દિવસનાં લોકડાઉન દરમિયાન ગીચ શેરીઓ અને રસ્તાઓ આજે ભેકાર ભાસી રહ્યા છે. જ્યાં સામાન્ય દિવસોમાં ભારે ભીડ હોય છે. તે ગલી મહોલ્લા પણ આજે સુમસાન દેખાઈ રહ્યા છે. આશા રાખવામાં આવી રહી છે કે લોકડાઉન પૂર્ણ થયા બાદ દેશમાં સ્થિતિ સારી હશે. જો કે વાયરસનો ફેલાવો હજુ પણ બંધ થયો નથી, જે એક ચિંતાનું મૂળ કારણ છે.
Comments
Post a Comment
jyada jankari ke liye comment kre